Homeગુજરાતમોરબીમોરબીમાં ખુનની કોશીષના ગુન્હાનો આરોપીઓ ઝડપાયો

મોરબીમાં ખુનની કોશીષના ગુન્હાનો આરોપીઓ ઝડપાયો

મોરબી તાલુકા પંથકમા ખુનની કોશીષ ગુન્હાના આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંગપર રોડ એબીસી કારખાના નજીક સત્યમ કાંટા પાસે તા તા.૧૮/૦૮/૨૦૨૬ ના રોજ ખુન કોશીષનો બનાવ બનેલ જેમા ફરીયાદી છુટક મજુરીએ જવા માટે પોતાના મિત્રની રાહ જોતા હતા ત્યારે આ કામના આરોપીઓ (૧) મુકેશ તથા રીતેશ રહે.બન્ને મધ્ય પ્રદેશ વાળાએ બંન્નેએ ફરીયાદીને ખોટી રીતે ગાળો આપી અને ઢીકા-પાટુનો માર મારી મારી નાખવાના ઇરાદે તેમની બંને પાસે રહેલ છરી વડે ફરીયાદીને છાતીના ભાગે ડાબી બાજુ તથા ડાબા ખંભા અને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી ખુની કોશીષનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિશ નો ગુન્હો રજી કરી આરોપીને શોધી કાઢવા તુરત સર્વેલન્સ સ્ટાફને સુચના કરતા તેઓ દ્રારા ટેકનીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશભાઇ ગુલાબભાઇ ભુરીયા તથા રીતેશભાઇ શેરસીંગ કનેશ રહે. બંને મધ્યપ્રદેશવાળાને સરતાનપર રોડ ઉપરથી પકડી પાડેલ છે. હાલ ગુનાની આગળની તપાસ તજવીજ ચાલુ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular