મોરબી તાલુકાના અદેપર ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા રેકર્ડની સંપૂર્ણ દફતર તપાસણી કરવામાં આવી હતી. કલેક્ટરે ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, સરકારી ખરાબા, ગૌચર, જૂનું ગામતળ તેમજ ડુબમાં ગયેલા સર્વે નંબરોની સ્થળ મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ગામમાં ચાલી રહેલા વિકાસકાર્યો તેમજ ઉપલબ્ધ જનસુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ગ્રામજનોની રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો અંગે પણ કલેક્ટરે વિગતો જાણી વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટરની આ સ્થળ મુલાકાત દરમિયાન ગામના સરકારી રેકર્ડ, જમીન સંબંધિત બાબતો અને જાહેર ઉપયોગની જમીનોની સ્થિતિ અંગે પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી.