Homeગુજરાતમોરબીમોરબી: નાણાંની લેતી-દેતીમાં ઝઘડો થતાં મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયો મોરબી મોરબી: નાણાંની લેતી-દેતીમાં ઝઘડો થતાં મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયો By morbisahyognews August 19, 2026 172 Share FacebookXPinterestWhatsApp મોરબીના ભડિયાદ રોડ પર આવેલા પેપર મિલમાં નાણાંની લેતી-દેતીના મુદ્દે થયેલી બબાલમાં મહિલાની હથોડાના ઘા ઝીંકી હત્યા કરાતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, મોરબી તાલુકા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપીને ભાણવડની સીમમાંથી ઝડપી પાડી જેલહવાલે કર્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડીયાદ ગામ રફાડિયા રોડ આધ્યાશકતિ પેપર મીલના કારખાનામાં એટીબીના કુવા પાસે ગઇ તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ ખુનનો બનાવ બનેલ જેમા ફરીયાદીના બહેનની ડીલીવરી બાબતે આપેલ રૂપીયાની લેતી દેતી માથાકુટ અને ઝઘડો થયેલ હોય જેમા આરોપીએ મરણજનારને માથામાં લોખંડના હથોડા વડે ઘા મારતા ફરીયાદીના માતાનુ મોત નિપજતા ખુનનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો રજીસ્ટર કરી આરોપીને શોધી કાઢવા તુરત સર્વેલન્સ સ્ટાફને સુચના કરતા તેઓ દ્વારા ટેકનીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપી ભુરાભાઇ બુધીયાભાઇ કટારા મુળ રહે. પાડલવા કાચલા ફળીયુ. તાલુકો- રાણપુર જી-જાંબુવા (એમ.પી.)વાળાને ચોંખડા ગામની સીમ તા.ભાણવડ ખાતેથી સીમ વિસ્તારમાંથી પકડી પાડેલ છે. હાલ ગુનાની આગળની તપાસ તજવીજ ચાલુ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026