Homeગુજરાતમોરબીટંકારાના ઘુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરો ત્રાટક્યા: 05 ખેડૂતોની વાડીમાંથી 12 હજારની...

ટંકારાના ઘુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરો ત્રાટક્યા: 05 ખેડૂતોની વાડીમાંથી 12 હજારની કિંમતનો કોપર વાયર ચોરાયો

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના સમયે સીમમાં આવેલી અલગ-અલગ પાંચ ખેડૂતોની વાડીઓમાં પાણીની મોટરના પટ્ટી કેબલના કોપર વાયર કાપીને ચોરી કરી ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા રમેશભાઇ ચતુરભાઈ ફુલતરીયા (ઉ.વ.૫૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓની ઘુનડા (સ) ગામની સીમમા અદેપરના માર્ગે વાડી આવેલ હોય જે વાડીઓમાં તળાવ/કુવામાં રહેલ મોટરના પટ્ટી કેબલનો કોપર વાયર આશરે ૩૪૦ ફુટ જેનો આશરે વજન ૪૦ કિલો ગ્રામ કિંમત રૂપીયા-૧૨,૦૦૦/- નો કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular