Homeગુજરાતમોરબીમોરબી ટાઈમ્સના નામે તોડબાજી કરનાર બોગસ પત્રકાર સામે પાસા: સુરત લાજપોર જેલમાં...

મોરબી ટાઈમ્સના નામે તોડબાજી કરનાર બોગસ પત્રકાર સામે પાસા: સુરત લાજપોર જેલમાં ધકેલાયો

મોરબીમાં “મોરબી ટાઈમ્સ” નામથી ફેસબુક પેજ ચલાવી પત્રકાર તરીકે ખોટી ઓળખ આપી નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક નાણાં પડાવવાના અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સામે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલ (ઉં.વ. ૪૨), રહે. ચીચાકંદોઈ શેરી, નહેરુગેટ નજીક, મોરબી, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતો હોવાના આક્ષેપો છે. ઉપરાંત પોતાના ફેસબુક પેજ પર સગીર બાળકોના વીડિયો અપલોડ કરવાના ગુનાઓમાં પણ તેની સંડોવણી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

જેના પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કર્યા બાદ તેને સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular