Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા કલેક્ટરએ જિલ્લા સેવા સદનની નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

મોરબી જિલ્લા કલેક્ટરએ જિલ્લા સેવા સદનની નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓની કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને શિસ્તબદ્ધ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા સેવા સદન ખાતે સ્થિત નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ જિલ્લા નગર નિયોજકની કચેરીની રૂબરૂ મુલાકાત લઈને કચેરીઓની કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન તેમણે કચેરીના હાજરી પત્રકોની ચકાસણી કરીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરી હતી.

કલેક્ટર દ્વારા સરકારી માલ-મિલકતના હિસાબો દર્શાવતા ડેડ સ્ટોક રજીસ્ટર, દફતર નિભાવણી, રેકોર્ડ રૂમ તથા વિવિધ શાખાઓની કામગીરીની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે કચેરીમાં આવતા અરજદારોના કામ સમયસર થાય અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે અર્થે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular