Homeગુજરાતમોરબીમોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા દશ કરોડ નશા મુક્ત અભિયાન કાર્યક્રમ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા દશ કરોડ નશા મુક્ત અભિયાન કાર્યક્રમ યોજાયો

મોરબી, વર્તમાન સમયમાં સમગ્ર દેશ,ગુજરાત અને સમગ્ર મોરબી જિલ્લામાં કેન્સર,બી.પી.ડાયાબીટીસ હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ દિનપ્રતિદિન વધી રહી છે,આનું કારણ તમાકુ, દારૂ,ગાંજો,ચરસ જેવા વ્યસન છે,વ્યશનના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે,કરોડો લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે,ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરેલ હોય એમાંથી પ્રેરણા લઈ બ્રહ્મા કુમારી ૐ શાંતિ દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે બંને શાળાના ધો.6 થી 8 ના 400 જેટલા વિદ્યાર્થીઓને બ્રહ્માકુમારીના બહેનો દ્વારા વ્યશનના દુષણથી થતા નુકશાન સમજાવી પોતાના પિતા ભાઈઓને વ્યશન મુક્ત બનાવવા અપીલ કરી હતી અને વ્યશન મુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ પણ પોતાની આગવી શૈલીમાં વિવિધ ઉદાહરણો દ્વારા વ્યશનથી થતા રોગો વિશે સમજ આપી વ્યશન મુક્ત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular