મોરબીના સતવારા સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને યોગ્ય કારકિર્દીની પસંદગી માટે શ્રી સતવારા સમાજ સંગઠન–મોરબી દ્વારા વિશેષ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર–2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારમાં શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રના અનુભવી નિષ્ણાતો ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. ઉપરાંત SPIPA મોરબી જિલ્લા કો-ઓર્ડિનેટર તથા મોરબી જિલ્લામાં સરકારી નોકરીની તૈયારી કરાવતા તજજ્ઞ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી નોકરી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
સેમિનારમાં ધોરણ 10 અને 12 પછી શું કરવું?, કોલેજ બાદ કારકિર્દીના શ્રેષ્ઠ વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારી નોકરીની તૈયારી સહિતના વિષયો અંગે વિદ્યાર્થીઓને સચોટ અને ઉપયોગી માહિતી આપવામાં આવશે.
કાર્યક્રમની વિગત તારીખ: 15 ઓગસ્ટ, 2026, સમય: રાત્રે 9:30 કલાકે, સ્થળ: શ્રી સતવારા સમાજ વાડી, પંચાસર રોડ, મોરબી બેઠક વ્યવસ્થા અને આયોજનની સરળતા માટે દરેક વિદ્યાર્થી માટે અગાઉથી Registration કરાવવું ફરજિયાત છે.
સતવારા સમાજના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ મહત્વપૂર્ણ સેમિનારમાં સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનું શ્રી સતવારા સમાજ સંગઠન–મોરબી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.