Homeગુજરાતમોરબીમોરબી રેલવે સ્ટેશન રોડનું 125 વર્ષ જૂનું જડેશ્વર મહાદેવ મંદિર બન્યું શ્રદ્ધાનું...

મોરબી રેલવે સ્ટેશન રોડનું 125 વર્ષ જૂનું જડેશ્વર મહાદેવ મંદિર બન્યું શ્રદ્ધાનું કેન્દ્ર

શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, સર્વધર્મપ્રેમી જનતાને ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ

મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલું શ્રી જડેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અંદાજે 125 વર્ષ જૂનું આ મંદિર મોરબીની ઐતિહાસિક અને ધાર્મિક વિરાસત સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. સમયાંતરે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવતો રહ્યો છે. કહેવાય છે કે મોરબીના રાજવી લગધીરજી બાપુએ પણ મંદિરના જીર્ણોદ્ધાર અને વિકાસમાં વિશેષ રસ દાખવ્યો હતો.

ભારત આઝાદ થયા બાદ જાહેર ધાર્મિક મિલકતોને ચેરિટી કમિશનર હેઠળ નોંધણી કરાવવાની પ્રક્રિયા અંતર્ગત તે સમયના મંદિરના વહીવટકર્તાઓ અને કાર્યકરોએ સાથે મળીને ટ્રસ્ટની રચના કરી હતી. વર્ષ 1962માં શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધારના કાર્યો કરવામાં આવતા રહ્યા છે.

આજે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર મોરબીના સેંકડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર સ્થાન બન્યું છે. મંદિરની પૌરાણિકતા અને ધાર્મિક મહત્તાને કારણે મોરબી આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આ મંદિર એક વખત અવશ્ય દર્શન કરવા જેવું સ્થળ છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહાદેવના દર્શન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બની ભક્તો ધન્યતા અનુભવે છે.

શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સર્વધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન યોજાનારા ધાર્મિક કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારી મહાદેવના દર્શનનો લાભ લઈ કાર્યક્રમોને સફળ બનાવવામાં સહભાગી બને.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular