Homeગુજરાતમોરબીહળવદના ઈશનપુર તળાવની પાળે જમવા બાબતે બોલાચાલી થતા યુવક પર ત્રણેય શખ્સોનો...

હળવદના ઈશનપુર તળાવની પાળે જમવા બાબતે બોલાચાલી થતા યુવક પર ત્રણેય શખ્સોનો હુમલો

હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે તળાવની પાળે ભેંસોને પાણી પીવડાવવા ગયેલા યુવક પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 15 દિવસ પહેલાં જમવા જવાની જૂની વાતનું મનદુઃખ રાખી ત્રણેય શખ્સોએ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા હરસિદ્ધચન્દ્ર લધાભાઈ મકવાણા (ઉ.વ‌.૨૯) એ આરોપી લાલાભાઈ પરમાર રહે. કડી ગામ, હીરાભાઈ ડાયાભાઈ સોલંકી રહે. ઈશનપુર ગામ તથા સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. ઈશનપુર ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપી લાલાભાઈ ના ભાઈ સાથે આરોપીના ઘરે જમવા ગયેલ હોય જેથી આરોપીએ ફરીયાદીના ઘરે જમવાનું કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપી લાલાભાઈને સારૂ નહી લાગતા ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢીકા પાટુનો મુંઢમાર મારી ઇંટ હાથમા રાખી ફરીયાદીને છાતીના ભાગે મારી આરોપી સુનિલ તથા હીરાભાઈએ ફરીયાદીને ગાળો આપી પકડી રાખેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular