ટંકારાના ડેરીનાકા રોડ પર આવેલ બાલકૃષ્ણ લાલ ની હવેલી સામે રહેણાંક વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાને બનાવી તાળું તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા 98,3005 ના મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ ટંકારાના ડેરીનાકા રોડ પર આવેલ બાલકૃષ્ણ લાલની હવેલી સામે રહેતા વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલ (ઉ.વ.૬૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કેગઈ તા-૦૫/૦૮/૨૦ ૨૬ ના રાત્રીના સાડા બારેક વાગ્યાથી વહેલી સવારના સાડા સાતેક વાગ્યાના અરસામા ફરીયાદીના રહેણાંક મકાનમા કોઈ અજાણ્યા ચોર ઇસમોએ રાત્રી ગુપ્ત ગ્રુહ અપ્રવેશ કરી પાંચ ગ્રામની સોનાની બુટી જોડ નંગ-૦૧ કિ.રૂ-૧૮૭૦૫/- ત થા ચાંદીના ૪૦ ગ્રામના સાકડા જોડ નંગ-૦૨ કિ.રૂ-૯૮૦૦/- તથા ચાંદીના ૧૦ ગ્રામના સિક્કા નંગ-૦૪ કિ.રૂ-૯૮૦૦/-તથા રોકડ રકમ રૂ-૧૦૦૦૦/- આમ કુલ કિ.રૂ-૯૮૩૦૫/-નો મુદામાલ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા હાથ ધરી છે.