Homeગુજરાતમોરબીકલેક્ટર સ્વપ્નિલ ખરેએ PACS મંડળીઓની કામગીરીનું કર્યું નિરીક્ષણ

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ PACS મંડળીઓની કામગીરીનું કર્યું નિરીક્ષણ

વાંકાનેર-ટંકારામાં ખાતરના સ્ટોક અને વિતરણની ચકાસણી, લખધીરગઢમાં પાણી સમિતિની કામગીરીની સમીક્ષા

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના ખેડૂતોને ખાતરનું સમયસર અને સુવ્યવસ્થિત વિતરણ સુનિશ્ચિત થાય તે હેતુથી વાંકાનેર અને ટંકારા તાલુકાની વિવિધ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS)ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ખાતરના ઉપલબ્ધ જથ્થા, વિતરણ વ્યવસ્થા અને ખેડૂતોને પડતી સુવિધાઓ અંગે સ્થળ પર જ સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરે PACSના કોમ્પ્યુટરીકરણની કામગીરી તેમજ વિવિધ વહીવટી રેકોર્ડની પણ ચકાસણી કરી હતી અને કામગીરીને વધુ અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ ઉપરાંત કલેક્ટરે લખધીરગઢ સેવા સહકારી મંડળીની મુલાકાત લઈને મંડળીની પાણી સમિતિની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સિંચાઈ વ્યવસ્થાના અસરકારક સંચાલન અને ખેડૂતોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular