ઓનલાઈન પોર્ટલ, NAKSHA અને સ્કેનિંગ કામગીરીની સમીક્ષા; અરજદારોના પ્રતિભાવો લઈ તલાટીઓની તાલીમની પણ કરી સમીક્ષા
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજે સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ અને ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ્સ, મોરબીની કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જમીન સંબંધિત સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ ઓનલાઈન પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરે કચેરીમાં ચાલી રહેલી ઓનલાઈન પોર્ટલની કામગીરી, NAKSHA પ્રોજેક્ટ તેમજ દસ્તાવેજોના સ્કેનિંગ કાર્યની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ કચેરીમાં હાજર અરજદારો સાથે સીધી વાતચીત કરી તેમને મળતી સેવાઓ અંગે પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
આ ઉપરાંત તાજેતરમાં નિયુક્ત થયેલા મહેસૂલી તલાટીઓને આપવામાં આવી રહેલી તાલીમની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સમયબદ્ધ બને તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.