ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
મોરબીમાં વરસાદી પાણીના કુદરતી નિકાલના વોકળાઓ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ શહેર જળબંબાકાર બનતાં અને પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા રસ્તાઓ ધોવાઈ જતાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે. જો આ બુરાઈ ગયેલા વોકળાઓ તાકીદે ખુલ્લા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરમા દર વર્ષે
સામાન્ય વરસાદમા પણ ઘણા વિસ્તારોમા પાણી ભરાવાની સમસ્યા સામાન્ય થઇ ગયેલ છે. મોરબીમા ઠેર ઠેર પાણી ભરાવાના કારણે રસ્તાઓ તેમજ ગટર વ્યવસ્થાને પણ અસર થવા પામે છે.
રસ્તાઓ તૂટે છે અને ગટરો ઉભરાય છે. જેના કારણે રોડ ઉપર ગંદા પાણી ફરી વળે છે. જેના કારણે રોગચાળો પણ ફેલાય છે. અને સરકાર દ્વારા બનાવવામાં આવેલ રોડને પણ નુકશાન થાય છે. અને જનતા દ્વારા ભરવામાં આવેલ ટેકસના પૈસાથી થયેલ કામોને નુકશાન થવા થી સરકારી પૈસે ફરીથી રોડ બનાવવા ની નોબત આવે છે.
જેથી મોરબીમા જે કુદરતી વરસાદી પાણીના નિકાલ માટે ના વોકળાઓ હતા અને જેના ઉપર દબાણ થયેલ છે. તે દુર કરવામાં આવે અને મોરબીની જનતાને વરસાદી પાણીથી થતી પરેશાનીમાંથી મુક્તી અપાવવામાં આવે.
આ માટે નીચેના વોકળા ઓ પહેલા હતા તેને ખોલવા અથવા તેની જગ્યા એ કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી છે.
વોકળા ઓ નીચે મુજબ છે,
(૧) ઉમિયા સર્કલ, હાઉસિંગ બોર્ડ, નવા બસસ્ટેશન થી રામચોક સુધી નો વોકળો જે પહેલા હતો તે હાલમાં બુરાઈ ગયેલ છે. અને તેના ઉપર દબાણો પણ થયેલ છે.
(૨) હીરાસરી ના મારગથી એવન્યુ પાર્ક સુધીનો વોકળો જેના ઉપર પણ દબાણ થયેલ છે.
(૩) રવાપર ગામથી નરસંગ ટેકરી થઇ ને એવન્યુ પાર્ક સુધીનો વોકળો
(૪) એસ.પી. રોડ થી વિજય નગર થઇ ને આલાપ ની સામે થી થઇ ને વજેપર તરફ જતો વોકળો.
(૫) રામ ચોક થી વાઘપર થઇ મચ્છુ નદી મા મળતો વોકળો
(૬) સાવસર પ્લોટ થી માધાપર થઇ ને નવી રેલ્વે કોલોની તરફ જતો વોકળો
(૭) શનાળા ગામ , તથા સથવારા ની વાડી વિસ્તાર માથી થઇ ને નીકળતો ધુતારીનો વોકળો.
(૮) પોલીસ લાઈન, લખધીર વાસ, નગર દરવાજો થઇ ને મચ્છુ નદી ને મળતો વોકળો.
આ ઉપરાંત વિસીપરા તેમજ અન્ય વિસ્તાર જેવાકે મહેન્દ્રનગર ગામ વિસ્તારમા, ત્રાજપર ગામ વિસ્તારમા આમ ઘણી જગ્યાઓએ દબાણો થયેલ છે, તેને દુર કરીને વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામા આવે.
જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.