Homeગુજરાતમોરબીમોરબી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર અને કલાર્કોની જાહેર બદલી કેમ્પ યોજાયો

મોરબી કલેક્ટર કચેરી ખાતે નાયબ મામલતદાર અને કલાર્કોની જાહેર બદલી કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક જ ટેબલ અથવા કચેરીમાં સતત ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલતદાર તેમજ કલાર્કોની જાહેર બદલીનો કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પ દરમિયાન સંબંધિત કર્મચારીઓને તેમની સિનિયોરિટીના આધારે પસંદગીનો ક્રમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સિનિયોરિટી મુજબ તેમની પસંદગી અનુસાર વિવિધ કચેરીઓ અને ટેબલોની ફાળવણી કરવામાં આવી હતી.

જાહેર અને પારદર્શક પ્રક્રિયા હેઠળ યોજાયેલા આ બદલી કેમ્પનો હેતુ વહીવટી કાર્યમાં પારદર્શિતા જાળવવા તેમજ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની નિયમ મુજબ બદલી કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular