Homeગુજરાતમોરબીટંકારાના સરાયા ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા રૂ. 1.72 લાખના દાગીના અને...

ટંકારાના સરાયા ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા રૂ. 1.72 લાખના દાગીના અને રોકડની ચોરી

ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં મહાદેવ મંદિર પાસે રહેતા બેંક કર્મચારીના ઘરમાંથી અજાણ્યા તસ્કરો સોનાની માળા અને રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૭૨,૦૦૦ ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં રહેતા અને વાંકનેર રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકમાં નોકરી કરતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે તા. ૦૧/૦૮/૨૦૨૬ ના રાત્રીના સાડા દશેક વાગ્યાથી તા.૦૨/૦૮/૨૦૨૬ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ફરીયાદીના રહેણાંક મકાનમાં રાત્રી દરમ્યાન ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી રૂમમાં લોખંડના કબાટની તીજોરીમાં રાખેલ સોનાની આશરે બે તોલાની માળા આશરે કિ.રૂ.૧,૫૭,૦૦૦/-ની તથા રોકડા રૂ. ૧૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૭૨,૦૦૦ /- ની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular