Homeગુજરાતમોરબીમોરબીના લાલપર નજીક સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મોરબીના લાલપર નજીક સ્પા સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ

મોરબી-વાંકનેર નેશનલ હાઈવે પર લાલપર ગામની સીમમાં આવેલ રીજેન્ટા હોટલ પાછળ સંસેરા ચેમ્બર્સમાં ચાલી રહેલા ‘પી.ડી. સ્પા એન્ડ વેલનેસ’ પર મોરબી તાલુકા પોલીસે રેડ પાડી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી મહિલા વર્કરના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ન હોવાનું તેમજ કાયદા મુજબ ૩ મહિનાના સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ પણ રાખવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ અને સ્પાનું યોગ્ય લાયસન્સ રજૂ ન કરી શકતા પોલીસે સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ (ઉં.વ. ૫૦, રહે. શક્તિનાળા, મોરબી) વિરુદ્ધ BNS કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરી અટકાયત કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular