Homeગુજરાતમોરબી15મી ઓગસ્ટ - સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લાનમાં વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો,...

15મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોરબી જિલ્લાનમાં વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લામાં પ્રશંસનીય અને શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્થાનિક નાગરિકો, સંસ્થાઓ કે ટ્રસ્ટને સન્માનિત કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આગામી ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પણ જિલ્લાના વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે.

આ સન્માન માટે લાયક નાગરિકો, ટ્રસ્ટ કે સંસ્થાઓનું નોમિનેશન પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવશે. મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાગરિકો કે સંસ્થાઓએ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધીમાં ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/wGyYZoV9LWm41RVW7 ના માધ્યમથી પોતાની સંપૂર્ણ વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular