Homeગુજરાતમોરબીમોરબીના જુના સાદુળકા ગામે આશ્રયસ્થાનની મુલાકાતે કલેક્ટર 

મોરબીના જુના સાદુળકા ગામે આશ્રયસ્થાનની મુલાકાતે કલેક્ટર 

આશ્રિતો માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ સુનિશ્ચિત કરી

ભારે વરસાદી પરિસ્થિતિમાં લોકોને વિસ્થાપિત કરવાની જરૂર પડે તો નાગરિકોની સલામતી અને સુવિધાઓ પ્રત્યે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામે ઊભા કરવામાં આવેલા આશ્રયસ્થાન (શેલ્ટર હોમ) ની રૂબરૂ મુલાકાત લીધી હતી.

કલેક્ટરએ આશ્રિતો માટે ભોજન, પીવાના શુદ્ધ પાણી, આરોગ્ય વિષયક સેવાઓ અને રહેઠાણની તમામ આવશ્યક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કર્યું હતું. આ સાથે તેમણે સ્થાનિક કર્મચારીઓ તથા નાગરિકો સાથે ચર્ચા કરી લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે સતત સચેત રહેવા રહેવા જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular