Homeગુજરાતમોરબીમોરબી તથા ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી તથા ટંકારામાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી સિટી એ ડીવીઝન પોલિસ સ્ટેશન તથા ટંકારા પોલિસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હતો. તેમજ મોરબી શહેર તુલસીપાર્ક નજીક અલગ અલગ કુલ-૦૩ વાહનોમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હોય જે બન્ને ગુનાઓમાં નાસતો ફરતો આરોપી મોમભાઇ કરમણભાઇ ઉર્ફે ટીહાભાઇ વરૂ (ઉ.વ-૩૪) રહે. ઘંટેશ્વર ગામ બાયપાસ ચોકડી મચ્છુ માતાના મંદિર ની સામે તા.જી.-રાજકોટ વાળાને પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular