Homeગુજરાતમોરબીભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબીનું જલારામ ધામ

ભારે વરસાદના કહેર વચ્ચે માનવતાની મહેર પ્રસરાવતું મોરબીનું જલારામ ધામ

શહેરના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરતું મોરબી જલારામ ધામ.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી જીલ્લા માં વરસતા ભારે વરસાદ ના પગલે શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તારો તેમજ સ્થળાંતરીતો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા મોરબી જલારામ ધામ દ્વારા કરવામાં આવી રહી છે. લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનાં આ ભગીરથ કાર્ય માં મોરબી મહાનગરપાલિકા ના ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનીલભાઈ સોમૈયા, પ્પ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, અનિલભાઈ ગોવાણી, નીરવભાઈ હાલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, વિપુલભાઈ પંડિત, હીતેશભાઈ જાની, સી.ડી.રામાવત, કૌશલભાઈ જાની, દીનેશભાઈ સોલંકી સહીતના શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણીઓ જોડાયેલા છે.

મોરબી જલારામ ધામ દ્વારા તંત્ર ને સ્થળાંતરીતો માટે ગમે તેટલી સંખ્યા માં ફુડ પેકેટ બનાવી આપવાની જાણ કરવામાં આવી છે. માત્ર બે કલાક અગાઉ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી ના મો.નં.૯૮૨૫૦ ૮૨૪૬૮ પર જાણ કરવા તંત્ર ને જણાવવામાં આવ્યુ છે. હરહંમેશ ની જેમ તંત્ર સાથે સંકલન સાધી લોકોની સેવા માટે મોરબી જલારામ ધામ તત્પર તેમજ કટીબદ્ધ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular