Homeગુજરાતમોરબીડેમી-૨ ડેમમાંથી ૧૨૫ MCFt પાણી છોડાયું, ૧૦ ગામોને નદીના પટમાં ન જવા...

ડેમી-૨ ડેમમાંથી ૧૨૫ MCFt પાણી છોડાયું, ૧૦ ગામોને નદીના પટમાં ન જવા ચેતવણી

ચેકડેમો ભરવા ડેમનો એક ગેટ એક ફૂટ ખોલાયો, નીચાણવાસના ગામોમાં તંત્રનું એલર્ટ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ સિંચાઈ યોજના હેઠળના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરીને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે સ્થાનિક કક્ષાએથી રજૂઆત અન્વયે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, માલમત્તા અને કલ્પસર વિભાગ દ્વારા ૧૨૫ એમ.સી.એફ.ટી. (Mcft) પાણીનો જથ્થો છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી અન્વયે આજે તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ડેમી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવેલ છે.

જળાશયમાંથી પાણી છોડવામાં આવનાર હોવાથી સાવચેતીના અગમચેતીના પગલારૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામ મળી કુલ ૧૦ નીચાણવાસના ગામોના નાગરિકોને સચેત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત તમામ ગ્રામજનો અને વાહનચાલકોને નદીના પટમાં અવરજવર ન કરવા, પોતાના માલ-ઢોરને નદીમાં ન જવા દેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સુરક્ષા વિષયક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular