માળીયા(મીં) તાલુકાના નાનાદહિંસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર એક ઇસમને ચોરીમાં ગયેલ છતર તથા રોકડ રકમ સહિત કુલ કિંમત રૂપિયા-૮૭,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ના રોજ માળિયાના નાનાદહીંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં કોઈ અજણાયા તસ્કરે દિવસના સમયે પ્રવેશ કર્યો હતો. માતાજીને ચડાવેલા આશરે ૪૦૦ ગ્રામ વજનના નાના-મોટા ૧૩ ચાંદીના છતર (કિંમત રૂ. ૪૦,૦૦૦) ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે નાનાદહીંસરાના ઉપસરપંચે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના અધિકારી આ ગુનો શોધી કાઢવા ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોર્સીસ, સી.સી.ટીવી ફુટેઝ તથા ખાનગી બાતમી મેળવી તેમજ જુદી-જુદી ટીમો બનાવી ગુનો શોધી કાઢવા મોરબી તાલુકા તથા માળીયા(મીં) પોલિસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ કાળા કલરનું હિરો સ્પ્લેન્ડર બાઇક (નંબર: GJ-36-AQ-4125) લઈને માળિયા તરફથી રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસેથી મોરબી બાયપાસ રોડ તરફ નીકળવાનો છે અને તેની પાસે ચોરીનો મુદ્દામાલ છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી કિશનભાઇ સુરેશભાઇ જાની ઉ.વ.૨૬ રહેવાસી મોરબી રવાપરગામ બોની પાર્ક શેરીનં-૭ તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ વાહન સાથે હસ્તગત કરી માળીયા(મીં) પોલીસ સટેશન ખાતે સોંપેલ છે. પકડાયેલા આરોપીએ નાનાદહીંસરા ઉપરાંત અન્ય ચાર સ્થળોએ પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે.