મોરબી તાલુકાના લીલાપર ગામે ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કથાનો પ્રારંભ તા. ૨૮-૦૫-૨૦૨૬ ગુરુવારના રોજ થશે તેમજ પૂર્ણાહુતિ તા. ૦૩-૦૬-૨૦૨૬ બુધવારના રોજ યોજાશે.
કથાવાચક તરીકે વક્તા પૂ. શ્રી જયવદનદાસજી રામાયણી ભક્તોને શ્રીમદ ભાગવતના અમૃતમય પ્રસંગોનું રસપાન કરાવશે. કથા દરરોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા બપોરે ૪:૦૦ થી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી યોજાશે.
આ ધાર્મિક આયોજનનું સ્થળ શ્રી લીલાપર રામજી મંદિર ચોક, દેત્રોજા વિસ્તાર, મુ. લીલાપર, તા.જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સમગ્ર આયોજન દેત્રોજા પરિવાર તથા લીલાપર ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.