માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં માતાના મઢથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના કરૂણતા ભર્યા મોત નીપજ્યા છે. અને બે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ દીવ થી ઈકો ગાડી લઈને કચ્છ ખાતે આવેલા માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો. તેઓ માતાના મઢથી દર્શન કરીને દીવ પરત ફરી રહ્યા હોય ત્યારે માળિયા હાઇવે પર હરિપરના પાટિયા પાસે ઈકો કાર અને ટ્રક વરચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના કરુણ મોત નીપજ્યા હતા જેમાં ભરતકુમાર વીરજીભાઈ બામણીયા(રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ), કંચનબેન વિરજીભાઈ બાંભણિયા, જીવાંશુ મનોજ કાપડિયા (ઉં.વ. ૭) અને મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉ.વ.૫૦) નું કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૩૫) તથા વૈદશ્રીબેન મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૧૨)ને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.