મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા જાનીશેરી, નાગનાથશેરી, પ્રજાપત સોસાયટી અને દેરાસર શેરી મા ઘર મુલાકાત લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા એબેટ કામગીરી આવી હતી તેમજ વીસીપરા વોકળા, સ્વાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમા મચ્છર ના થાય તે માટે દવા છંટકાવ કામગીરી તથા મોચીશેરી, પખાલીશેરી તથા વેરાઈશેરીની ગટરમાં મચ્છરનાશક દવા છંટકાવ કામગીરી કરવામા આવી હતી.
મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા કવા, પક્ષીકુંડ, ફુલદાની વગેરેને દર અઠવાડીયે ઘસીને સાફ કરી સુકવવા, મકાનની છત પર પાણી ભરાઈ શકે એવા બિનજરુરી ટાયર, ખાલી ડબ્બા વગેરે પાત્રોનો નિકાલ કરવો, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા. મચ્છરદાનીમા સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામાં આવે છે.