ગુજરાત મુંબઇ થી જીલ્લાઓ તાલુકાઓ માથી ગોસ્વામી સમાજને ઉમટી પડવા હાકલ 6000 થી વધુ સમાજના લોકો હાજરી આપશે.
મોરબી શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહા મંડળ ગુજરાત દ્વારા ગોસ્વામી સમાજનું વિશાળ મહા અધિવેશન ગાંધીનગર ખાતે તા 24 / 05 /2026 રોજ રવિવારે સવારે 9 થી બપોર 3 સુધી મોદી સમાજની વાડી ( મોઢ ભવન) રાંધેજા પેથાપુર રોડ ગાંધીનગરમાં યોજાશે આ વિશાળ મહા અધિવેશન માં સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઈ ના વિવિધ જીલ્લા તાલુકાઓ માથી 6000 થી ગોસ્વામી સમાજ ઉમટી પડશે જેમાં સમાજની એકતા સંગઠન શકિત પ્રદર્શનનો ત્રિવેણી સંગમ જોવા મળશે આ અધિવેશન મા દાતા ઓને સમાજ ના એવોર્ડ વિજેતા ઓ સહીત મહાનુભાવોનું સન્માન કરવામા આવશે આ અધિવેશનમાં સમાજ ને સરકાર ના વિવિધ યોજના લાભો થઈ વંચિત રાખવામા આવે છે તે લાભો અપાવા મંદિર મા મળતી દિવેલીયા ની જમીન હક્ક હિસ્સા. સહીત લાભ માટે સરકાર ને આ મહા અધિવેશન દ્વારા રજુઆત કરી ગોસ્વામી સમાજ ની વિવિધ માંગણી માટે લડત આપી આવાજ ઉઠાવવા માં આવશે આ અધિવેશનમા સંતો મહંતો રાજય ના મંત્રીઓ ધારાસભ્યો.સહીત ઉપસ્થિત રહેશે રાજય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આમંત્રણ પાઠવ્યું છે. આ અધિવેશન મા વધુ ને વધુ ગોસ્વામી સમાજ હાજરી આપે માટે મનસુખપુરી રામપુરી ગોસાઈ ( પરીબાપુ) અધ્યક્ષ ( ભાવનગર) ડો મનિષગિરી કે ગોસાઈ કાર્યકારી અધ્યક્ષ (રાજકોટ) અશોકગીરી મફતગીરી ગોસાઈ પ્રમુખ કડી સહીત એ સમાજને ખાસ હાજરી આપવા અપીલ કરી છે આ ગોસ્વામી સમાજ નુ એક ઐતિહાસિક મહા અધિવેશન મા ગોસ્વામી સમાજ ની પ્રચંડ હાજરી એ સમાજ ની એકતા ને સંગઠન ની ને સમાજ ની. શકિતના સમગ્ર રાજ્ય મા સરકાર નોંધ લેવી પડે એવુ આ મહા અધિવેશન યોજાશે.
આ મહા અધિવેશન માં મોરબી જીલ્લા માંથી વધુ ને વધુ ગોસ્વામી સમાજ હાજરી આપે માટે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી ના ટ્રસ્ટી ગુલાબગીરી ઘેલુગીરી, રતીગીરી કેશવગીરી ગોસાઈ, સૌરાષ્ટ્ર પ્રદેશ ના આગેવાન તેજશગીરી મગનગીરી, મહીપતપરી શાંતુપુરી, મોરબી જીલ્લા પ્રમુખ મુકેશગીરી હિરાગીરી ટંકારા, મોરબી શહેર પ્રમુખ સુરેશગીરી બાબુગીરી, સહીત જહેમત ઉઠાવી તડામાર તૈયારી આરંભી છે.