હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામમાં જમીનના ભાગ બાબતે યુવક પર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઈ પરમાર (ઉ.વ.૩૯) એ તેમના જ ગામના આરોપી લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરશનભાઈ વશરામભાઇ, રમેશભાઈ વશરામભાઇ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા આરોપીઓને જમીનના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.