મોરબી : ઉનાળાની રજાઓ દરમિયાન બાળકોમાં આધ્યાત્મિકતા, સકારાત્મક વિચારસરણી અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી ઇશ્કોન કઠવાડા દ્વારા “પુરુષોત્તમ માસ” નિમિત્તે ખાસ ઓનલાઇન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 17 મે 2026, રવિવારથી શરૂ થશે અને મોરબીના બાળકો પણ તેનો તદ્દન નિઃશુલ્ક લાભ લઈ શકશે.
આ કેમ્પમાં 5 થી 17 વર્ષના બાળકો જોડાઈ શકશે. કેમ્પ દરમિયાન ભગવદ ગીતા જ્ઞાન, શ્રીકૃષ્ણની પ્રેરણાદાયક વાર્તાઓ, બાળકો માટે મહાભારતના પ્રસંગો, શ્લોક કંઠસ્થ કરવાની સરળ રીતો તેમજ અનેક આનંદદાયક અને શિક્ષણપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે બાળકો માટે ઇનામોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
મોરબીના અતુલ વિષ્ણુ દાસના જણાવ્યા મુજબ આ કેમ્પ દ્વારા બાળકોમાં સકારાત્મકતા, સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈર્ય અને પ્રેમભાવનો વિકાસ થશે તેમજ ગીતા જ્ઞાન દ્વારા બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. તેમણે મોરબીના તમામ વાલીઓને પોતાના બાળકોને આ કેમ્પમાં જોડાવવા અપીલ કરી છે.