Homeગુજરાતવાંકાનેરના વિનયગઢમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ: મોરબી LCB-SOG અને ખાણ ખનીજ વિભાગનો...

વાંકાનેરના વિનયગઢમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ: મોરબી LCB-SOG અને ખાણ ખનીજ વિભાગનો સપાટો

મોરબી: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક મોટી સફળતા મેળવી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં ચાલતા કરોડો રૂપિયાના ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી રૂ. ૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબી LCB-SOG ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સુરેન્દ્રનગર ના થાનગઢનો ગભરૂભાઈ રબારી વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન કરી રહ્યો છે આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે રાખી પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી જે.સી.બી મશીન, ટ્રેક્ટર, અને ડમ્પર મળિ કુલ કિંમત રૂપિયા ૧,૩૯,૦૦,૦૦૦ નો મુદામાલ ઝડપી પાડી તેમજ આરોપી ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ તથા વાલાભાઇ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા.થાનગઢ વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular