મોરબી: તારીખ ૧૧ એપ્રિલના રોજ સોમવારે પટેલ સમાજવાડી શનાળા ખાતે રાત્રે ૮.૦૦ થી ૧૧.૩૦ સુધી પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરેલ છે. અમે મોરબીની આરોગ્યપ્રિય જનતાને આ કથા સાંભળવા માટે ખાસ આગ્રહ કરીએ છીએ, સાથે સાથે નજીકના ગામમાં વસતા ભાઇઓ બહેનોને પણ કથાનો લાભ લેવા ખાસ ભલામણ છે. દરેક મિત્રોએ પોતાના ગામના ગૃપમાં આ સંદેશ પહોંચાડવા વિનંતી છે.
કથા સ્થળે શાંતિ રહે માટે તમામને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કે સાયલન્ટ કરવા નમ્ર વિનંતી છે. વોટરબેગ સાથે લઇને આવશો તો પાણી પીવા ઉઠવાની જરૂર નહીં પડે. આયોજક તરફથી કથાને અંતે ઓર્ગેનિક વરિયાળી તથા ઓર્ગેનિક ખાંડથી તૈયાર કરેલ વરિયાળી સરબતની વ્યવસ્થા કરેલ છે. ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ તથા ગરમાળાની શીંગ પણ ફ્રીમાં મળશે. વૈદ્ય શ્રી કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં(નેત્ર બિંદુ) આપવામાં આવશે.
આપ આ આયુર્વેદ કથામાં પધારી નિરોગી અને સ્વસ્થ જીવન વ્યતિત કરો તેવી શુભ ભાવના સાથે પ્રાણજીવન કાલરિયા, મોરબી 9426232400