વાંકાનેરની જાણીતી જેનકો રિફ્રેક્ટરી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં લાખો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે બેંક એકાઉન્ટ્સમાં છેતરપિંડી કરી કંપનીના કુલ રૂ. 56,59,793/- પોતાના મળતિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલિકાનગર શેરી નં -૦૧ રબારીવાસ સરકારી સ્કૂલ સામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા હર્ષદભાઈ હેમતરામ નિમાવત (ઉ.વ.૩૩) એ આરોપી જૈનમ પરેશભાઇ શાહ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં -૮૭ વાંકાનેર, અન્ય બે એકાઉન્ટ ધારક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જૈનમ શાહ જૈનકો રીફ્રેકટરી પ્રા.લી. મા અકાઉન્ટંટ તરીકે કામ કરતા હોઇ અને કંપનીના બેનીફીસરીમાં બેંક એકાઉન્ટ નંબર તથા બીજા બેંક એકાઉન્ટ એડ કરાવી તેમા સેન્ટ્રલ બેંક એકાઉન્ટમા રૂ.૪૨,૯૫, ૩૧૫/- તથા એસ.બી.આઇ. એકાઉન્ટમા રૂપિયા- ૧૩,૬૪,૪૭૮/- એમ કુલ રૂપીયા ૫૬,૫૯,૭૯૩/- બેંક એકાઉન્ટમાં જમા કરાવી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.