Homeગુજરાતમોરબીમાળિયા: "ખેતરમાં આવશો તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ!"

માળિયા: “ખેતરમાં આવશો તો ફાયરિંગ કરી જાનથી મારી નાખીશ!”

માળિયાના ખીરઈ ગામમાં જમીન વિવાદમાં ખેડૂત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી

માળિયા મિયાણાના ખીરઈ ગામે  ખેતરમાં શાંતિથી ખેડાણ કરી રહેલા ખેડૂત પરિવાર પર અચાનક જમીન પચાવી પાડવાના ઈરાદે આવેલા શખસોએ હુમલો કરી “જો ખેતરમાં બીજી વાર આવ્યા કે કામ ચાલુ રાખ્યું તો ફાયરિંગ કરી ભડાકે દઈ દેશું” તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અને ખેતી કરતા પરેશભાઇ લખમણભાઇ ભોરણીયા (ઉ.વ.૩૫) એ આરોપી ઈકબાલ હાજીભાઈ મોવર તથા રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી રહે. ખીર તા. માળિયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના માલીકીની જમીન ખેડતા હોય ત્યારે આરોપી ઇકબાલ હાજીભાઈ મોવર તથા રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ આવી તેઓને ખેતર ખેડતા રોકી આરોપીઓએ ફરીયાદિને આ ખેતર અમારૂ છે તેમ કહી ગાળો આપી ભડાકા કરવાની તથા ફાયરીંગ કરવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપીઓએ ફરીયાદિને ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular