Homeગુજરાતમોરબીમોરબીમાં રાજકીય અદાવત અને સમાજસેવા મુદ્દે રિક્ષાચાલક યુવક પર બે શખ્સોનો હુમલો

મોરબીમાં રાજકીય અદાવત અને સમાજસેવા મુદ્દે રિક્ષાચાલક યુવક પર બે શખ્સોનો હુમલો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સમાજસેવા અને ચૂંટણીલક્ષી સભાઓમાં આગેવાની કરવા જેવી બાબતોને લઈને મનદુઃખ રાખી એક રિક્ષાચાલક યુવક પર બે શખ્સોએ હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

મળતી માહિતી મુજબ મોરબી-૨ માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ. ૪૪) એ આરોપી મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુભાઈ ગૌતમભાઈ સોલંકી રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સમાજસેવાના કામો કરતા હોય અને સરકારની અલગ અલગ યોજનાઓના લાભ લેવા સમાજને માહીતગાર કરતા હોય અ ને આરોપી જયુના પિતા રાજકીય પક્ષો સાથે જોડાયેલ હોય જેથી આરોપીઓને તે બાબતે સારૂ લાગતુ ના હોય જેનો ખાર રાખી બન્ને આરોપીઓએ જેમફાવે તેમ ફરીયાદીને જાહેરમાં ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી પગના ભાગે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular