ટંકારા તાલુકાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બનાવવાની બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક ઝઘડો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગામના જ ત્રણ શખ્સોએ દીવાલનું ચણતર કામ બંધ કરાવી, યુવાન અને તેના સાથીને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ રાજકોટ રહેતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ.૪૨) એ આરોપી રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા તથા હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા રહે. બધા નેકનામ ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓનો વડીલો પાર્જીત પ્લોટમા તેમના ગામમા આવેલ હોય તે પ્લોટમા ફરીયાદી તથા સાથી દિવાલ બનાવતા હોય તે દરમ્યાન આરોપીઓ એક સંપ કરી આવી ફરીયાદી તથા સાથીનુ દિવાલનુ કામ ચાલતુ હોય તે બંધ કરાવી ફરીયાદી તથા સાથી સાથે બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.