Homeગુજરાતમોરબીમાળીયા મીંયાણામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક શખ્સને SOG પોલીસે...

માળીયા મીંયાણામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ બાઈક સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડયો 

મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ચાર્ટર મુંજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા માળીયા મીંયાણા ના ત્રણ રસ્તા નજીક રોડ ઉપર આવતા મોરબી તરફથી એક નંબર વગરનુ કાળા કલરના મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નીકળતા તુરત તેને રોકી તેની પાસેના મો.સા. બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમને સદરહું મોટર સાયકલની આર.સી. બુક તથા લગત કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી આ મોટરસાયકલના ચેસીસ નંબર વાંચી શકાતા ન હોય એન્જીન નંબર એન્જીન નં. 04F15E09654 આધારે સર્ચ કરાવતા આ મોટર સાયકલના માલિકની વિગત મળતી ન હોય જેથી ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તથા ઇસમ અસ્લમ ઉસ્માન જામ (ઉવ.૩૨) (ગેરેજ) રહે. જુના-રેલ્વે સ્ટેશન વાળાની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુંજબ ધોરણસર અટક કરી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular