મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી) ૨૦(બી), ૨(બી),૨૯ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સંજય ઉર્ફે ફલ્લો મુસ્તાફભાઇ ઉર્ફે રાજુભાઇ પટણી રહે.ગુલાબનગર, પાણીના ટાંકા સામે,કડી જી.મહેસાણા વાળો એન.ડી.પી.એસના ગુન્હામાં નાસતો ફરતો હોય અને હાલે તે કડી ખાતે હોવાની બાતમીના આધારે આરોપીની કડી ખાતે જઇ તપાસ કરતા ઇસમ ત્યાંથી મળી આવતા જેને મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીની એન.ડી.પી.એસના ગુના સબંધી જરૂરી પુછપરછ કરતા પોતે આ ગુનામા પકડવાના બાકી હોય અને નાસતો ફરતો હોવાનુ જણાવેલ જેથી આરોપીને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પો.સ્ટે.માં સોંપી આપેલ છે.