Homeગુજરાતમોરબીવાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવી; વાલી-વારસની શોધખોળ શરૂ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. પોલીસ સ્ટેશનની વિગત અનુસાર, ગત તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ રાત્રિના ૨૦:૪૦ વાગ્યા પૂર્વે કોઈપણ સમયે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પોલીસ ચોકી પાસે મેસરીયા ઓ.પી. વિસ્તારમાં એક અજાણ્યા પુરુષને હાર્ટ અટેક (હૃદયનો હુમલો) આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેના વાલી વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા મૃતક પુરુષની ઓળખ માટે તેમનું વર્ણન જાહેર કરવામાં આવ્યું છે. મૃતકની ઉંમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ છે, વાને શ્યામ અને શરીરનો બાંધો પાતળો છે. તેમના માથાના વાળ કાળા અને સફેદ મિશ્રિત (ટૂંકા) છે. મૃતકે શરીરે સફેદ અને કાળા કલરની આડી-ઊભી લીટીવાળો ચેક્સ આખી બાંયનો શર્ટ તથા બ્લુ કલરનું મેલું જીન્સ પેન્ટ પહેરેલ છે.

હજુ સુધી આ મૃતકની ઓળખ થઈ શકી નથી કે તેમના કોઈ વાલી-વારસ મળી આવ્યા નથી. આથી, ઉપરોક્ત વર્ણન ધરાવતા વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તેમના પરિવારજનો અંગે જાણકારી મળે તો તપાસ કરનાર અધિકારી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી. જાડેજાના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૦૧૧૦૨ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular