Homeગુજરાતમોરબીવાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે ટેલીફોનીક એક્ષચેન્જ પાસે ડી.ટુ. હેર નામની દુકાન પાસે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર જીજે-૩૬-એચ-૬૨૯૯ વાળીની ડેકીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ કિંમત રૂપિયા ૩૯૦૦ તથા એક્ટીવા કિંમત રૂપિયા ૩૦,૦૦૦ ગણી કુલ કિંમત રૂપિયા ૩૩,૯૦૦ ના મુદામાલ સાથે આરોપી સમીર શાંતિલાલ બજાણીયા (ઉ.વ.૩૫) રહે. કુંભારપરા શેરી નંબર -૦૨ વાંકાનેરવાળા ને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મેહુલ ઉર્ફે બોબી વિરેન ચંદ્ર મારું રહે‌. વાંકાનેરવાળાનુ નામ ખુલતા બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular