મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના રવાપર ગામ શવ શક્તિ સોસાયટીના નાકે રોડ ઉપર આરોપી ફોન પર તાજેતરમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ ટી-૨૦ માં સન રાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ ટીમ વચ્ચે ચાલતી મેચમાં હારજીતનો રનફેર ઉપર જુગાર રમતા આરોપી વિપુલભાઇ નરસંગભાઈ બાલાસરા (ઉ.વ.૩૦) રહે. રવાપર ગામ શીવ શક્તિ સોસાયટી મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬૨૦૦ નાં મુદ્દામાલ ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સનુ નામ ખુલતા સ્થળ પર હાજર ન મળી આવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.