મોરબી ; ઘુટુ રોડ પર આવેલી હોલો સેનેટરી કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા અટકાવવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ ગાર્ડના પેટના ભાગે ધારદાર પતરું મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના વતની અને હાલ જુના ઘુટુ રોડ પર આવેલ હોલો સેનેટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત (ઉ.વ. ૪૫) એ આરોપી માનવ કાથરાણી રહે વીશીપરા મોરબી, નવાજ કટીયા રહે. વીશીપરા મોરબી (૩) શેરમામદ કટીયા રહે. વીશીપરા મોરબી, ફૈઝાન મોવર રહે વીશીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી હોલો સેનેટરી કંપનીના ગેઈટ પર સીક્યુરીટી ગાર્ડ તરીકે પોતાની નોકરી પર હાજર હોય તે દરમ્યાન આરોપી માનવ કંપનીના ગેઈટ પાસે હાજર હોય અને મોટરસાયકલ લઈને અન્ય આરોપીઓ આવી ગેઈટ બંધ હોય જે ટપી (ઠપ્પી) કંપનીના ગ્રાઉન્ડમા પ્રવેશ કરતા ફરીયાદિએ આરોપીઓને પુછ્યા વગર કંપની અંદર જવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી માનવએ પોતાના ખીસ્સામાથી લાપી ભરવાનુ ધાર વાળુ પતરૂ કાઢી ફરીયાદિના પેટના ભાગે ઘા મારી જીવલેણ ગંભીર ઈજા કરી ઢીકા પાટુનો મુંઢ માર મારી જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદિને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.