હળવદના માનસર પાસે આવેલા ૪૦૦ કે.વી. જેટકો સબ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. હાજરી પત્રકમાં ગેરહાજરીના લીટા મારવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેર (ડેપ્યુટી એન્જિનિયર) સાથે ગેરવર્તણૂક કરી માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ પર રહેતા અને માનસર ૪૦૦ કે.વી. જેટકોમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા નીતીનભાઈ જયસુખભાઈ લોરીયાએ આરોપી ત્યાં ફરજ બજાવતા લાઈન ઈન્સ્પેક્ટર હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે. વડવાળી શેરી સોની તલાવડી ધાંગધ્રાવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હળવદ માનસર ૪૦૦ કે.વી જેટકોમાં લાઇન ઇન્સપેકટર તરીકે નોકરી કરતા હોય અને આગાઉ નોકરીમા ગેર હાજર રહેલ હોય અને તે દરમ્યાન ફરીયાદીએ મસ્ટરમાં તેમની હાજરી સામે લીટા મારેલ હોય જેનુ મન દુખ રાખી બોલાચાલી કરી જપાજપી કરી અભદ્ર ગાળો આપી એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદીને ગાલ પર થપ્પડ મારી તેમજ સાથીને અભદ્ર ગાળો આપી અર્થીંગ ફાઈબર રોડનો દંડો લઈ તેમની પાછળ મારવા જઈ બન્ને ને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.