મોરબી શહેરના પંચાસર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખનાર એક ઈસમને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે પંચાસર રોડ, પંચાસર ચોકડી પાસે એક ઇસમ કાળા રંગની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઊભેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની પાસે જઈ તપાસ કરતા થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિંમત રૂપિયા ૬૫૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી રમીઝભાઈ નુરખાન સીપાઈ (ઉં.વ. ૩૭) રહે. કાલિકા પ્લોટ, શેરી નં-૧, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.