હળવદ: મોરબી સહિત અનેક જિલ્લાઓમાંથી હદપાર કરવામાં આવેલો કુખ્યાત બુટલેગર હળવદ-અમદાવાદ હાઈવે પરથી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હદપારીના કડક હુકમ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી વિસ્તારમાં પ્રવેશતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન આરોપી અનિલભાઈ હસુભાઈ ચૌહાણ રહે. ચરાડવા ગામ તા. હળવદવાળો સબ ડીવી. મેજીસ્ટ્રેટ હળવદના હદપારી કેસ નંબર ૧ ૭/૨૦૨૫ તા.૦૫/૦૧/૨૦૨૬ ના હુકમથી મોરબી રાજકોટ શહેર રાજકોટ રૂરલ અમદાવાદ રૂરલ અમદાવાદ શહેર ગાંધીધામ-કચ્છ પાટણ જામનગર જિલ્લાઓમાંથી હુકમ તારીખથી છ માસ માટે હદપાર કરેલ હોવા છતા આરોપીએ કોઇ સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી વગર મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે રોડ બાયપાસ ત્રણ રસ્તા પાસેથી મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.