લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહ ની ઉપસ્થિતિ માં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી ના દર્દી ને પોસ્ટિક ,અને વિટામિન આહાર કીટ અર્પણ કરવામાં આવી
લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી હર હંમેશા પર્યાવરણ ,આરોગ્ય, જેમાં લોકોની સુખાકારી માટે અનેક વિધ સેવા સંકલ્પને જીવનમંત્ર બનાવી સેવાના કાર્યોમાં એક આગવી ઓળખ બનાવીને સેવા કરેછે ત્યારે ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ કરવાના હેતુથી ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 25 વ્યક્તિને પ્રોટીન યુક્ત પોષણ કીટ આપવામાં આવી.
આ પ્રોજેક્ટ માં ખાસ ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહ ,પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફતરી,પૂર્વ પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી રમેશભાઈ રૂપાલા, જૂનાગઢથી તાજેતર માં નિયુક્ત થયેલ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર (ઇલેક) જયકિશન દેવાણી, ડિસ્ટ્રિક્ટ ના હંગર ચેરપર્સ સેવાના ભેખ ધારી એવા લાયન તુષારભાઈ દફતરી, ડિસ્ટ્રિક્ટ GST ચરપર્શન ધીરુભાઈ આદ્રોજા, ડિસ્ટ્રિક્ટ GMA પ્રદીપભાઈ ભુવા,ઝોન ચેરમેન કેશુભાઈ દેત્રોજા ખાસ હાજર રહી અને ટીબી મુક્ત ભારત ટીબી હરેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી ના પેશન્ટને પ્રેમ, પ્રોત્સાહિત અને માર્ગદર્શન પૂરું પાડેલ અને લાયન્સ ની સેવા વીસે માર્ગદર્શન આપેલ આ પ્રોજેક્ટને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા ના માર્ગદર્શનથી લા.મણિલાલ કાવર, લા.નાનજીભાઈ મોરડીયા,લા રશ્મિકા રૂપાલા,લા ટી સી ફુતરીયા,એ જહેમત ઉઠાવી તેમ મંત્રી કેશુભાઈ દેત્રોજાએ જણાવેલ.