Homeગુજરાતમોરબીહળવદના કેદારીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની 324 બોટલો સાથે બે ઝડપાયાં

હળવદના કેદારીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની 324 બોટલો સાથે બે ઝડપાયાં

હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૨૪ કિ.રૂ.૧,૫૧,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના કેદારીયા ગામની સામે આવેલ બુસલીના માર્ગે આવેલ વોંકળાના કાંઠે ” સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૩૨૪ જે વિદેશી દારૂની કિ.રૂ ૧,૫૧,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો નારાયણ નાનજીભાઈ સોનગ્રા રહે ગામ રણજીતગઢ તા.હળવદ તથા કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા રહે ગામ રણજીતગઢ તા. હળવદવાળાને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular