Homeગુજરાતમોરબીવાંકાનેરના રાતાવિરડા રોડ પર દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

વાંકાનેરના રાતાવિરડા રોડ પર દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર દવાખાનુ ચલાવતા બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર આવેલ રોસા સિરામીક સામે દવાખાનામાં એક ઇસમ સુરેન્દ્રકુમાર રામનરેશ ગૃપ્તા નામનો વ્યક્તિ ડીગ્રીવગર ડોકટરી પ્રેકટીસ કરતા હોવાનુ તથા દવાખાનામાં એલોપેથીક દવાનો જથ્થો રાખી બિમાર દર્દીઓની સારવાર કરતા હોવાની ચોક્કસ બાતમી મળતા તુરત જ તબીબી અધિકારી PHC ઢુવાને બોલાવી સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા, રહે. હાલ રાતવિરડા ગામ, રોસા સિરામીક સામે, દુકાનમાં તા.વાંકાનેરવાળો અલગ અલગ કંપનીની દવાઓ જેમા ટેબલેટ, સીરપ, ક્રીમ, ઇન્જેક્શનો, સ્ફીગ્મો મેનોમીટર, સ્ટેથોસ્કોપ, વિગેરે મળી કુલ કિ.રૂ.૪૩,૧૦૦/- તથા રોડકા રૂપીયા ૨,૦૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ.૪૫,૧૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ બી.એન.એસ.- ૨૦૨૩ ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular