Homeગુજરાતમોરબીગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત...

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકાયું

મોરબી: પાવન પાર્ક મેઈન રોડ નિલકંઠ સોસાયટી મોરબી-૨ ખાતે ગંગા સ્વરૂપ સહાય સમિતિના સહયોગથી સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની તથા ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓ અને મહિલાઓ માટે તેઓ આત્મનિર્ભર બને તે હેતુથી બે માસનો બ્યુટી પાર્લર નો કોર્ષ ભગવતી પાર્ક સોસાયટી વાવડી રોડ ચાલતા સિવણ કેન્દ્રના સંચાલીકા હેતલબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ પરવડે તેવી સામાન્ય ફી લઈને સુરભી બ્યુટી પાર્લર ના સંચાલિકા લક્ષ્મીબેન દ્વારા આ ગંગા સ્વરૂપ સહાય સમિતિ બ્યુટી પાર્લર નુ સંચાલન કરવામાં આવશે.

આ બ્યુટી પાર્લરનુ દીપ પ્રાગટય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, શારદાબેન આદ્રોજા, ટી સી ફુલતરિયા, વિનુભાઈ ભટ્ટ અને બંને કેન્દ્ર સંચાલિકાના હસ્તે કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેન પરમાર તથા આરતીબેન અને ભાવનાબેને સુચારુ હાજરી આપી હતી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા બ્યુટી પાર્લરમા અત્યાર સુધીમાં ૧૫૦ બહેનોને આત્મનિર્ભર બનાવવા આવ્યા છે જેમાં આ બ્યુટી પાર્લર કેન્દ્રમાં પણ વઘુમાં વઘુ બહેનો સ્વનિર્ભર બને સંચાલિકા લક્ષ્મીબેનની બંને દીકરીઓ સ્વનિર્ભર બને અને બીજા બહેનોને આત્મનિર્ભર બનાવે તેવી ભાવના સાથે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular