મોરબી શહેરના વજેપર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે સાત ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા વજેપર શેરી નં.૨૪ ખાતે આરોપીના રહેણાંક મકાનમાં રેડ પાડવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને ત્યાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસને સ્થળ પરથી 120 પ્લાસ્ટિક કોથળીઓમાં ભરેલો અંદાજે 24 લીટર દેશી દારૂ તથા છ મોબાઇલ ફોન મળી કુલ રૂ.34,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી 7 આરોપીઓ મનીષાબેન સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેસા રહે- મોરબી વજેપર શેરીનં.૨૪, પ્રિતીબેન હિતેશભાઇ રાજુભાઇ આજોલા રહે-મોરબી શિવ સોસાસાયટી વજેપર શેરી નં-૨૪, દાઉદભાઇ અબ્બાસભાઇ હુસેનભાઇ ખુરેશી રહે-વજેપર શેરી નં ૨૪ સાયન્ટીફીક રોડ, કલસિંગ અમરભાઇ ખડીયા રહે-મોરબી વજેપર શેરી નં-૨૪ મુળ રહે-માનપુર થંદલા જામવા મધ્યપ્રદેશ, હરીસિંગ સંગ્રામસિંગ લુહાર રહે-મોરબી વાઘપરા સત્યનારાયણ ફેલ્ટ મુળ રહે-અતરીયા કૈલાલી નેપાળ, મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા, રહે- રહે-૪૦૪,ઓમ રેસિડેન્સી,ટી કે હોટેલ પાછળ મોરબીવાળાને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે મુખ્ય આરોપી સુરેશભાઈ ઉર્ફે સુડો થરેશા ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
રેડ દરમિયાન આરોપી મનિષાબેને પોલીસની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત આરોપીઓ પાસે જીવલેણ હથિયારો પણ મળી આવતા જાહેરનામાનો ભંગ થયાનો ગુનો નોંધાયો છે. આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.