Homeગુજરાતમોરબીમાળીયાના મોટા દહિંસરામાં પ્રેમલગ્નનનુ મનદુઃખ રાખી યુવાન પર છરીથી જીવલેણ હુમલો

માળીયાના મોટા દહિંસરામાં પ્રેમલગ્નનનુ મનદુઃખ રાખી યુવાન પર છરીથી જીવલેણ હુમલો

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામમાં પ્રેમલગ્નના મનદુઃખને કારણે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઇ બરારીયા (ઉ.વ.૩૨) એ આરોપી તેમના જ ગામના કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇની દિકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતનું મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી આરોપી મોટરસાયકલ નં. ૭૧૮૩ વાળુ લઇ આવી આરોપીએ ફરીયાદી ઉપર મારી નાખવાના ઇરાદે છરી વડે જમણા હાથે બગલ નીચે પાંસળીના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તેમજ ફેફસાના ભાગે ગંભીર ઇજા કરી તેમજ જમણા હાથના ખંભાના નીચે ફ્રેક્ચર જેવી ઇજા તેમજ જમણા ગાલે ઘા કરી જીવલેણ ઇજાઓ પહોંચાડી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular